
ભુજ/અમદાવાદ,27 નવેમ્બર (હિ.સ.) 500 વર્ષના સંઘર્ષ પછી અયોધ્યામાં બની રહેલ ભવ્ય શ્રી રામ મદિર ની મૂર્તિ પ્રાણ પ્રતિષથા 22 જાન્યુઆરી,2024 ના દિવસે થશે. આ પ્રસંગે વિ.હિ.પ. દ્વારા હિન્દુ સમાજના દરેક ગટકને જોડીને આ અભિયાન 1 થી 15 જાન્યુઆરીન દરેક જિલ્લા, તાલુકા કેન્દ્રોથી નગરે નગરે અને ગામે ગામ અને તે જ ક્રમમાં દરેક ઘરે ઘરે પવિત્ર અક્ષત પહોંચાડવામાં આવનાર છે. આ પવિત્ર અક્ષાંતના કળશ ભગવાન શ્રી રામ ના પવિત્ર જન્મ સ્થાન પર સંતો દ્વારા પૂજિત અક્ષત (ચોખા) આજ રોજ કચ્છના વિભાગ કેન્દ્ર ભુજ મધ્યે પહોંચ્યા હતા. તેનું સ્વાગત સાથે ભુજ શ્રી સ્વામીનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી, ભગવદજીવનદાસજી સાથે વરિષ્ઠ સંતોએ પૂજન કર્યુ હતુ. પૂજન કર્યા બાદ સંતોના આશિર્વચન, વિભાગ સંઘચાલકજી સાથે વિ.હિ.પ., સંઘના પ્રમુખ કાર્યકર્તાઆ પાવન પ્રસંગના સાક્ષી બન્યા હતા.
આ પવિત્ર અક્ષત ક્રમશઃ દરેક જિલ્લા, તાલુકા કેન્દ્રોથી નગરે નગરે અને ગામે ગામ અને તે જ ક્રમમાં દરેક ઘરે ઘરે પહોંચાડવાનું સંતોના માર્ગદર્શનમાં વિ.હિ.પ. દ્વારા હિન્દુ સમાજના દરેક ગટકને જોડીને આ અભિયાન 1 થી 15 જાન્યુઆરી દરમિયાન પાર પાડવામાં આવશે.
આ અભિયાનમાં દરેક પરિવારમાં પવિત્ર અક્ષત સાથે ભગવાન શ્રી રામના નવ્ય, ભવ્ય, દિવ્ય મંદિરનું ચિત્ર પણ દરેક પરિવારને આપવાનું આયોજન થયેલુ છે.
સંતોએ માતાના મઢ, પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ અને વાગડ વિસ્તારના પ્રમુખ કાર્યકર્તાઓને પવિત્ર અક્ષત કળશ અર્પણ કરી આગળ લક્ષ્યાંક સુધી પહોંચવા પ્રસ્થાન કરાવ્યુ હતુ.
હિન્દુસ્થાન સમાચાર/
