પોરબંદર,04 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શરદી, તાવ, ઉધરસથી સાથે ડેગ્યુંના કેસો નોંધાઈ રહ્યાં છે. ભલે સરકારી ચોપડે સાવ ઓછા કેસ જોવા મળે છે. પરંતુ ખાનગી હોસ્પિટલમાં હાલ મચ્છજન્ય રોગચાળાને લઈને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. તો બીજી આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને ડામવા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. છતાં મચ્છર જન્ય રોગચાળો યથાવત છે.ચોમાસાની સીઝન પૂર્ણ થાય અને શિયાળો શરૂ થવાનો હોય છે. એ દરમીયાન ડેન્ગ્યુના વધુ કેસ નોંધાય છે. પોરબંદરમાં મિશ્ર ઋતુ લીધે શરદી, તાવ, ઉધરસ સહિતના બીમારીના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે ભર શિયાળે કમોસમી વરસાદ લીધે રોગચાળો વકરવાની સંભવના વધી જાય છે. હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં શરદી, તાવ, ઉધરસ સહિતની બીમારીની સાથે ડેન્ગ્યુના કેસો પણ નોંધાઈ રહ્યાં છે. તો બીજી તરફ પોરબંદર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર જન્ય રોગચાળાને ડામવા માટે પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે છતાં મચ્છરજન્ય રોગચળાને લીધે લોકો વધુ પડતાં બિમાર પડી રહ્યા છે. ત્યારે લોકોએ જાતે સાવચેતી રાખવા નિષ્ણાંત તબીબોએ અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ
