
ભાવનગર, 18 જાન્યુઆરી(હિ. સ.)-તમાકું નિયંત્રણ અધિનિયમ હેઠળ ભાવનગર મનપાના હેલ્થ વિભાગ હેઠળની કોટપા (સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ) સેલ દ્વારા ભાવનગર શહેરના તમામ વિસ્તારોમાં કોટપા ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. જેમાં શાળા-કોલેજની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં તમાકુંનું વેચાણ કરનાર સામે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સિવાય શાળા-કોલેજ સિવાય બાળકોની ચીજવસ્તુઓ રાખતી દુકાનોમાં તમાકુંનું વેચાણ થતું હશે તેની સામે પર દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તદ્ઉપરાંત જે લોકો જાહેરમાં ધુમ્રપાન કરતા ઝડપાશે તેમના વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી થશે. કોપ્ટાસેલના નોડલ ઓફિસર ડૉ. પી.કે.સિંહ તથા કોપ્ટા સીટી મેઈન સેલના હિમાંશુ પંડયા સહિત શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર આ ડ્રાઈવમાં જોડાશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ
