-વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં શ્રીરામોત્સવની ઉજવણી
-૧૬/૦૧/૨૦૨૪ થી ૨૨/૦૧/૨૦૨૪ સુધી કરવામાં આવી છે. જેનો ઉદ્ઘાટન સમારોહ ૧૬ જાન્યુઆરીના રોજ ૧૨:૩૦ કલાકે યોજાયો હતો.
સુરત, 16 જાન્યુઆરી(હિ. સ.). યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા દ્વારા શ્રીફળ વધેરી મંત્રોચ્ચાર સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડા અને કુલસચિવ ડો. રમેશદાન ગઢવી દ્વારા આજ થી ૭ દિવસ દરરોજ ચાલનારા શ્રી રામયજ્ઞમાં આહૂતિ આપીને શ્રીરામોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગે યુવક કલ્યાણ વિભાગના ઓ.એસ.ડી. ડો.પ્રકાશચંદ્ર પટેલ, હિન્દુ સ્ટડી વિભાગના કો – ઓર્ડીનેટર બાલાજી રાજે, પત્રકારિતા વિભાગના કોઓર્ડીનેટર ડો.ભરત ઠાકોર, સિન્ડિકેટ મેમ્બર , સેનેટ મેમ્બર , વિવિધ વિભાગના વડાશ્રી, કોઓર્ડીનેટર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટીચિંગ આસિસ્ટન્ટ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ભવ્ય શ્રીરામોત્સવ માં આજ રોજ એટલે કે ૧૬ જાન્યુઆરી એ પારંપરિક ગરબા યોજાશે . આ ઉપરાંત ૧૭ જાન્યુઆરી એ શાસ્ત્રીય નૃત્ય, ૧૮ જાન્યુઆરી એ નૃત્ય નાટિકા, ૧૯ જાન્યુઆરી એ જનજાતિ નૃત્ય, ૨૦ જાન્યુઆરી એ પ્રખ્યાત ગાયક કલાકાર હાર્દિક દવે ની સંગીત સંધ્યા અને ૨૧ જાન્યુઆરી એ ગુજરાતના લોકપ્રિય કલાકાર એવા ગીતાબેન રબારી ના લોકડાયરાનું અને બાદમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અલગ અલગ કાર્યક્રમ સાંજે ૭ થી ૧૦:૩૦ સુધી થશે . જ્યારે ૨૨ જાન્યુઆરીના દિવસે રામરથયાત્રા બાદ અયોઘ્યામાં થનારા શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા જીવંત પ્રસારણ પણ કરાશે.
હિન્દુસ્થાન સમાચાર/ બિનોદ
