સુરત, 3 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના વાછાવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં નાયબ પશુપાલન નિયામકશ્રી ડો એમ પી ભીમાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. સી. માહાલા અને વિવિધ શાખાઓના અધિકારી, કમૅચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે વાછાવડ ગામે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો એમ પી ભીમાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી સી માહાલા,જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી સવિતાબેન પટેલ ,તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી કૌશિકાબેન, તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી અમરસિંહભાઈ પરમાર, PHC ખરવાણના મેડિકલ ઓફિસર, મુખ્ય સેવિકાબેન, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી સન્મુખભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ, ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ, પ્રાથમિક શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અધિકારી, કમૅચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
