નવસારી, 21 નવેમ્બર(હિ. સ.)-નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે તાત્કાલિક અસરથી આગામી તા.20/12/2023 સુધીના દિવસ દરમિયાન રોજ સવારના 6-00 વાગ્યાથી નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનો ફાયરીંગ પ્રેકટીસ યોજાશે.
જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ એક જાહેરનામાં દ્વારા ફાયરીંગ પ્રેકટીસ દરમિયાન આજુબાજુના રહીશો તેમજ બહારના કોઇ અનઅધિકૃત વ્યકિતઓને ફરવા કે ઢોરઢાંખરને ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 મુજબ શિક્ષાને પાત્ર થશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
