મોરબી/અમદાવાદ,27 ઓકટોબર (હિ.સ.) ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે જિલ્લાના શહેરી વિસ્તારોમાં સાફ-સફાઈના વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેરના શહેરી વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સાફ સફાઈના ભાગરૂપે શહેરમાં મુખ્ય બજાર, શાળા અને હોસ્પિટલના પરિસર વગેરે વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસર, સંબંધિત ખાતાના હેડ તથા સફાઈ કામદારો દ્વારા ઉત્સાહથી સાફ-સફાઈની કામગીરીમાં સહભાગી બન્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
