– આયુષ ટીમ અને લોકસહયોગથી શહેરમાં રેલી ફોર આયુર્વેદ યોજાઈ
– મટકી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધામાં વિજેતાઓને ઇનામોનું વિતરણ:ટીમ આયુષ વડોદરાની સફળ ગાથા (નિત્યગ)નું વિમોચન
વડોદરા/અમદાવાદ,11 નવેમ્બર (હિ.સ.) આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે શુક્રવારે જિલ્લા આયુર્વેદ અધિકારીની ટીમ, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ,યોગા ઇન્સ્ટ્રક્ટર,તરૂણી આયુષ બ્રિગેડની વિદ્યાર્થીનીઓ તથા લોકસહયોગથી રેલી ફોર આયુર્વેદ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ રેલી કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડથી શરૂ કરી ગેટ નંબર બે થી જાહેર રસ્તા ઉપર થઈ અને ગેટ નંબર ત્રણથી પાછા વળી ફરી બેન્ડ સ્ટેન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું.કમાટીબાગમાં મોર્નિંગ વોક માટે આવતા લોકોએ રેલીમાં થતા સૂત્રોચ્ચાર તથા રેલીમાં કરેલ આયુષના બેનરનું પ્રદર્શન નિહાળ્યું હતું. આકાશમાં ફુગ્ગા ઉડાડી આર્યુવેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત વડોદરા હસ્તકના સરકારી આયુર્વેદિક દવાખાના સયાજીગંજના મેડિકલ ઓફિસર ડો.છાયા વોરા દ્વારા તથા જલારામ ટ્રસ્ટ માંજલપુરના સૌજન્યથી મટકી સુશોભન તથા રંગોળી સ્પર્ધાનું આયુર્વેદની થીમ હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ પર મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરના વીરબાઈ હોલ ખાતે કરવામાં આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૪ જેટલા મટકી સુશોભન સ્પર્ધકો તથા ૩૫ જેટલા રંગોળી સ્પર્ધાના સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો.
5 થી 14 વર્ષ,15 થી 24 વર્ષ,25 થી 34 વર્ષ અને 35 વર્ષથી ઉપરના વય જૂથ પ્રમાણે પ્રથમ દ્વિતીય તથા તૃતીય ઈનામ મટકી સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા માટે જલારામ ટ્રસ્ટ માંજલપુરના સૌજન્યથી દરેક સ્પર્ધકને આશ્વાસન ઈનામ પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જલારામ ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશી, સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડો. છાયા વોરા તથા ડિઝાઇનર સુજાતાબેન રાઉતલે જજ તરીકેની ભૂમિકા ભજવી હતી.
ઠમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરના સત્સંગ હોલમાં ધનવંતરી યજ્ઞ પૂજન પણ સંપન્ન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના તમામ આયુષ મેડિકલ ઓફિસર તથા સમગ્ર વડોદરા આયુષ ટીમે હાજરી આપી હતી. આયુષ પ્રદર્શની સાથે ટીમ આયુષ વડોદરાની સફળ ગાથા (નિત્યગ)નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/
