અમદાવાદ,13 ડિસેમ્બર (હિ.સ.) દસ્ક્રોઈ તાલુકાના રોપડા ગામના લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ વિવિધ સરકારી યોજના વિષે જાણકારી મેળવી રોપડાના નિવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ લીધો, ‘મેરી કહાની, મેરી જુબાની’ સાથેસરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ મુક્યા રોપડા ગામમાં 157 લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા
સમગ્ર ભારતભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભ્રમણ કરવામાં આવી રહ્યું છે
ત્યારે તે અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના રોપડા ગામ ખાતે વિવિધ કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર
સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, આ જનકલ્યાણકારી
યોજનાઓ વિશે લોકો જાણી તે યોજનાઓનો લાભ લે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
રોપડા ગામમાં અંદાજિત 438 લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો.
સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 394 લોકોના
આરોગ્યની તપાસ કરી ટીબીની તપાસ પણ કરવામાં આવી હતી. ‘માય ભારત’ હેઠળ 15
સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ 1 લાભાર્થીને
લાભ વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત, 1 મહિલા, 1 વિદ્યાર્થી, 1 લોકલ રમતવીર, 1 લોકલ કલાકારને એવોર્ડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની યોજના ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ 3 લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. સમગ્ર ગામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ લીધો હતો. એક ખેડૂતનું સોઇલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતાં એક ખેડૂતે પોતાના પ્રાકૃતિક કૃષિને લગતા અનુભવો ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, 157 લોકોના આયુષ્માન કાર્ડ બનાવી તેમાંથી 36 લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/
