• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી તા. 24 ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરાશે
Regional

‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી તા. 24 ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરાશે

CliQ INDIA
Last updated: December 23, 2025 5:40 pm
CliQ INDIA
Share
4 Min Read
SHARE

ગાંધીનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : અટલ નેતૃત્વ, અવિરત વિકાસના મંત્ર સાથે રાજ્યમાં ગ્રાહકોને સુરક્ષા અપાવીને ‘સુશાસન’ની અનુભૂતિ કરાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં તા. ૧૮ થી ૨૪ ડિસેમ્બર-૨૦૨૫ સુધી વિવિધ સ્વરૂપે ‘ગ્રાહક જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી કરાવવામાં આવી રહી છે. ગ્રાહકો પોતાના અધિકારો માટે સજાગ થાય, ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય, અયોગ્ય વેપાર તથા ખામીયુક્ત માલ સામે ગ્રાહકોને થતી છેતરપીંડી સામે રક્ષણ આપવાના હેતુ સાથે ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

દર વર્ષે તા. 24 ડિસેમ્બરના રોજ ભારતભરમાં ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આ વર્ષે ગુજરાતમાં 24 ડિસેમ્બરના રોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી પૂનમચંદ બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં સરદારધામ, અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાના ‘રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણીની “Efficient and Speedy disposal through Digital Justice” થીમ નક્કી કરવામાં આવી છે.

વધુમાં રાજ્યના માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો દ્વારા શાળા, કૉલેજ, સરકારી કચેરીઓ, ગ્રામીણ કક્ષાએ વિવિધ સ્થળોએ ગ્રાહક જાગૃત્તિ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નિયામક, ગ્રાહક સુરક્ષા કચેરી ખાતે ‘Consumer Awareness and Protection Unit-CAPU’ નામે રાજ્ય ગ્રાહક સુરક્ષા ટોલ-ફ્રી હેલ્પલાઇન ૧૮૦૦-૨૩૩-૦૨૨૨ કાર્યરત છે. જ્યાં વર્ષ ૨૦૨૫માં કુલ ૧૨,૭૫૦ જેટલા ગ્રાહકોની ફરિયાદો પરત્વે હકારાત્મક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ઉપરાંત નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 મારફતે મળેલી ફરિયાદો પૈકી તમામ ફરિયાદોનું સમયમર્યાદામાં ગ્રાહકના હિતમાં નિરાકરણ લાવવામાં આવ્યું છે.

ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં ગ્રાહક સુરક્ષાને વધુ સુરક્ષિત કરવાના લક્ષ્યને ધ્યાને રાખીને ઓછું વજન ધરાવતાં, પેકેટ ઉપર પૂરતી વિગતો દર્શાવેલી ન હોય, MRP કરતાં વધારે ભાવ લેતાં અને સ્ટેમ્પિંગ વગરના સાધનનો વપરાશ કરતાં વિવિધ એકમો પર તોલમાપ તંત્ર દ્વારા દરોડા પાડીને કુલ ૪,૨૫૪ જેટલા કેસો કરીને રૂ. ૧.૨૫ કરોડ જેટલી માંડવાળ ફી વસૂલવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં હાલમાં e-Jagriti પોર્ટલ https://e-jagriti.gov.in પર પોતાની ફરિયાદો ઘરે બેઠા ઓનલાઇન પણ નોંધાવી શકાય છે.

રાજ્યમાં ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વધુ પ્રોત્‍સાહન આપવા શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગ્રાહક કલ્‍યાણ અને ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિઓમાં સાંકળીને એમને ગ્રાહક જાગૃત્તિ સંબંધિત શિક્ષણ તેમજ ગ્રાહક તરીકે તેમના અધિકારો-ભૂમિકા અંગે જાણકારી આપવામાં આવી છે. રાજ્યમાં ગ્રાહક પ્રવૃત્તિને વધુ નાગરીકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૨,૦૦૦ શાળા અને ૫૦૦ કોલેજ કન્ઝ્યુમર ક્લબ એમ કુલ ૨,૫૦૦ ક્લબ તૈયાર કરવામાં આવી છે. વધુમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં કન્ઝ્યુમર ક્લબને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧.૧૯ કરોડની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત કન્ઝ્યુમર્સ અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત દ્વારા ગ્રાહક જાગૃત્તિ અને પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ વેગ મળે તે હેતુથી વર્ષ ૨૦૨૫-૨૬માં કુલ ૪૧ માન્યતા પ્રાપ્ત ગ્રાહક સુરક્ષા મંડળોને રૂ. ૩૨.૮૨ લાખથી વધુની નાણાકીય સહાય ચૂકવવામાં આવી છે. વધુમાં માન્યતા પ્રાપ્ત મંડળો દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ગ્રાહક જાગૃતિ માટે કુલ ૧૩૫ જેટલી શિબિરો, ૬૯ જેટલા સેમિનારો, 45 જેટલા વર્કશોપ, ૪૬ જેટલા પરિસંવાદો, 138 જેટલી ગ્રામ-શેરી સભા, ૯૬ જેટલા પ્રદર્શનો અને 78 જેટલા નિદર્શનોનું આયોજન કરીને સમગ્ર રાજ્યમાં કુલ 607 કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે.

જ્યારે આગામી સમયમાં ગ્રાહક જાગૃત્તિ અંતર્ગત ભ્રામક જાહેરાતો, ચીજ-વસ્તુઓની ખરીદી પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો, ભેળસેળ યુક્ત ચીજ-વસ્તુઓની ખરીદી ન કરવા બાબતે, ઓનલાઈન નાણાકીય વ્યવહારો વગેરે વિષયો પર ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસારની કામગીરી ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જિલ્લા પુરવઠા અધિકારીઓ, મદદનીશ નિયંત્રકો, માન્યતા પ્રાપ્ત ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા સ્થાનિક શાળા/કોલેજ કન્ઝ્યુમર ક્લબો ખાતે વિકાસ સપ્તાહ-2025ની ઉજવણી અંતર્ગત કુલ 200 કરતાં વધુ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

દાહોદમાં Sir અને અન્ય કાર્યક્રમો અંગે જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ કાર્યશાળા
સિનિયર સીટીઝન માટે ખાસ રમત સ્પર્ધાનું આયોજન
બંધારણ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં, આંબેડકર પ્રતિમાને અંજલિ આપી
જૂનાગઢના વિજાપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર
રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષમાં 75 મૂક-બધિર બાળકોનો સામાન્ય જીવનમાં પ્રવેશ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે દિલ્હી સરકારની કડક કાર્યવાહી — નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમોને તાત્કાલિક સીલ કરવાની ચેતવણી
Next Article અવતાર: ફાયર એન્ડ એશિઝ ની કમાણી ઘટી, ચોથા દિવસે ₹8.50 કરોડની કમાણી
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?