રાજકોટ/અમદાવાદ,13 જાન્યુઆરી (હિ.સ.) વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ તારાજકોટ તાલુકાના ભૂપગઢ અને ગોલીડા ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા આવી પહોંચતા લોકો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું સાથે વિવિધ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, પી.એમ.ઉજજવલા તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો,જેનો 500 થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો. શિબિરમાં સામાન્ય આરોગ્ય તપાસ સાથે જ સિકલ સેલ એનિમિયા તેમજ ટી.બી.સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. સરકારની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી અલ્પેશ સોજીત્રા તથા ડાયાભાઈ રાઠોડએ મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ખાસ ડ્રોન પ્રદર્શન, સોઈલ હેલ્ડ કાર્ડ અંગે તેમજ કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ યોજાયો હતો.
મહત્વનું છે કે, આ બંને ગામોમાં 100 ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન, જનધન યોજના તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન 100 ટકા પૂર્ણ થયું છે. તદુપરાંત ઓડીએફ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર
જલ મિશનની 100% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમત ની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને 2047 સુધીમાં વિકસિત ભારત
બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
