રાજકોટ, 23 ઓક્ટોબર (હિ.સ.) : કલર્સ ચેનલ પર ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ સિઝન 11 ચાલુ થઈ છે જેમાં દેશ દુનિયાના અલગ ટેલેન્ટ ધરાવતા લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવે છે. અને લોકોને મંત્ર મુગ્ધ કરી દે છે. ત્યારે આ મેગા શો માં રાજકોટના ભાર્ગવ જાની અને તેનું ગ્રુપ પર્ફોર્મન્સ કરવા ગયું હતું અને પહેલા રાઉન્ડમાં સિલેક્ટ થયું હતું.
રાજકોટના ભાર્ગવ જાની છેલ્લા 35 વર્ષ થી તબલા વાદક છે અને 14 વર્ષ થી રાષ્ટ્રીય શાળામાં વિદ્યાર્થીઓને તબલા શીખવાડે છે. તેઓના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓ એ તબલા શીખ્યા છે.
તેવા જ તેમની આ બેંચ ના વિદ્યાર્થીઓ સાથે તેઓએ ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો.જેમાં તેઓએ ’મેં હું ના’ ફિલ્મના ગીત ઉપર તબલા વાગડી જજ ઉપરાંત દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. જજ તરીકે અભિનેત્રી મલાયકા અરોરા, જાણીતા ગાયક શાન અને દિગ્ગજ નવજોત સિંધુએ પરફોર્મન્સના ખૂબ વખાણ કર્યા હતા. આ ઉપરાંત ભાર્ગવભાઈ પ્રસિદ્ધ ગાયક શાન માટે મીઠાઈની ખાસ ભેટ લઈને ગયા હતા. ગુજરાતના જમાઈ તરીકે તેઓનું અભિવાદન કરવમાં આવ્યું હતું.
—————
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt
