
સુરત, 29 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશય થી સુરતના માંગરોલ તાલુકાના મોસાલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરા ઈ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં જિલ્લા પંચાયત સભ્ય અફઝલ ભાઈ પઠાણ સાહેબ દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન સન્માન નિધી યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી,પશુપાલન માટેની યોજના, તેમજ આઇસીડીએસ માંથી મળતી તમામ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પીએમજેવાય, સખી મંડળ,ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, આઇસીડીએસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. તેમજ આંગણવાડી દ્વારા વિવિધ વાનગીઓનો નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોસાલી ગામે જિલ્લા પંચાયત સભ્ય અફઝલભાઈ પઠાણ, જિલ્લા પંચાયત પૂર્વ કાર્યવાહી અધ્યક્ષ દીપકભાઈ વસાવા, તા.પં. પૂર્વ પ્રમુખ મુકુંદભાઈ, સંયોજક અનિલભાઈ શાહ, મેડિકલ ઓફિસર ડો.ભાર્ગવી પટેલ, ડો.યુવરાજસિંહ, સીડીપીઓ શ્રીમતી અનતુબેન ગામીત, માધુરીબેન ગુપ્તા, સરપંચ સવિતાબેન, ઉપસરપંચ બિલાલભાઈ, મુખ્ય સેવિકા દમયંતીબેન, તલાટી ચિંતનભાઈ, વિપુલભાઈ પરમાર, સ્કૂલનાં આચાર્ય ભૂપેન્દ્ર ભાઈ, તમામ સભ્ય, તમામ લાભાર્થી, આંગણવાડી વર્કર, તેડાગર અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
