સુરત, 31 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના કરવલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. માંડવી તાલુકાના માજી ઉપપ્રમુખ આતીશભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું અને અવસરે સરકારની કલ્યાણકારી યોજનાઓની વિગતો આપવામાં આવી હતી તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, કિસાન સન્માન નિધિ યોજના, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તથા યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી વંચિત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નગરજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરી,જિલ્લાના કૃષિ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર માંથી ડો,રાકેશભાઈ કે પટેલ, સરપંચ પારૂલબેન સંદીપભાઈ ચૌધરી, મેડિકલ ઓફિસર ચીનલ ભાઈ જેસડીયા, મુખ્યસેવિકા જયનાબેન ચૌધરી, ગામના તલાટી વેલજીભાઇ ચૌધરી, શાળાના શિક્ષકો, ગામસેવક, અન્ય ગામના સરપંચ, આંગણવાડી કાર્યકર બહેનો અને આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
