ભાવનગર 30 ઓગસ્ટ (હિ.સ.) પરિચાલન કારણોસર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળથી ચાલનારી ભાવનગર ટર્મિનસ-શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસને રદ્દ કરવામાં આવી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે –
તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ (રવિવાર)ના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી પ્રસ્થાન કરતી ટ્રેન નં. ૧૯૧૦૭ ભાવનગર ટર્મિનસ-શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસનું સંચાલન સંપૂર્ણપણે નિરસ્ત (Fully Cancelled) રહેશે.
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમયપત્રક સંબંધિત વિગતવાર માહિતી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ છે.
પશ્ચિમ રેલવે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે અને તેમના સહકાર માટે આભાર માનીએ છીએ.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
