ભાવનગર/અમદાવાદ,10 નવેમ્બર (હિ.સ.) સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત આજરોજ ભાવનગર તાલુકાના થોરડી,સોડવદરા,આલાપર ગામોમાં બસ સ્ટેન્ડ અને ગ્રામપચાયત ની પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી.સ્વચ્છ ભારત મિશન હેઠળ દેશ અને શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ “સ્વચ્છતા હી સેવા“ અભિયાનમાં રાજ્યના નાગરિકો હર્ષભેર જોડાઇ રહ્યાં છે આગામી વધુ બે મહિના સુધી એટલે કે 15 ઓક્ટોબર થી 16 ડિસેમ્બર સુધી “સ્વચ્છતા હી સેવા“ અંતર્ગત વિવિધ સ્થળોની સફાઇ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/
