ભાવનગર/અમદાવાદ,20 જાન્યુઆરી (હિ.સ.) ભાવનગર જિલ્લાનાં ભાવનગર, ગારીયાધાર અને મહુવા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓના રૂ.2.85 કરોડના ખર્ચે તૈયાર થયેલા 19 ઓરડાઓનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
જેમાં ભાવનગર તાલુકાની તરસમિયા પ્રાથમિક શાળા ખાતે રૂ.75 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 9 ઓરડાઓ અને કાનાતળાવ પ્રાથમિક શાળા ખાતે રૂ.35 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 4 ઓરડાઓ, ગારીયાધાર તાલુકાની ગારિયાધાર કન્યા પ્રાથમિક શાળા ખાતે રૂ.50 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 6 ઓરડાઓ અને ટીંબા પ્રાથમિક શાળા ખાતે રૂ.50 લાખનાં ખર્ચે તૈયાર થયેલા 4 ઓરડાઓ તેમજ મહુવા તાલુકાનાં સ્વા.સોસાયટી પ્રાથમિક શાળા (નેસવડ) ખાતે રૂ.75 લાખનાં ખર્ચે તૈયાર થયેલ 6 ઓરડાનું લોકાર્પણ કરવામાં કરાશે.
હિન્દુસ્થાન સમાચાર/
