
ભાવનગર/અમદાવાદ,30 ઓકટોબર (હિ.સ.) મોટરિંગ પબ્લિકની સરળતા હેતુ ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકાઓ ખાતે ભાવનગર આર.ટી.ઓ.કચેરી દ્વારા વાહનોનાં ફીટનેશ (પાસીંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં મહુવા ખાતે 3 નવેમ્બરનાં રોજ, તળાજા ખાતે 4 નવેમ્બરનાં રોજ અને પાલિતાણા ખાતે 7 નવેમ્બરનાં રોજ વાહન ફિટનેસ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ કેમ્પનો વધુમાં વધુ મોટરિંગ અર્થે ભાગ લેવો.
હિન્દુસ્થાન સમાચાર/
