



– અયોધ્યામાં ગુજરાતના ધ્વજ દંડ પર લહેરાશે ધર્મની ધજા, જય શ્રીરામનો નાદ
અમદાવાદ,05 જાન્યુઆરી (હિ.સ.) આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ભગવાન શ્રીરામ મંદિરના 44 ફૂટ લાંબા ધ્વજદંડનું આજે અમદાવાદથી અયોધ્યાજી વિધિવત પ્રસ્થાન થયું ત્યારે પૂજ્ય જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી સહિત સાધુસંતો અને મહાનુભાવો તથા પ્રભુભક્તોની સાથે આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ ધ્વજદંડ જ્યારે પ્રભુ શ્રીરામ મંદિર પર સ્થાપિત થશે મંદિર કેવું દિવ્ય બનીને સુશોભિત થશે તેની કલ્પના પણ મનને આનંદિત કરી દે તેવી છે.
ભગવાન શ્રીરામ પ્રત્યેની ભક્તિ અને આસ્થાના પ્રતિક સમો આ ધ્વજદંડ માનવીય અને દૈવી તત્વને જોડનારો સેતુ છે. 5500 કિલોનો આ વિરાટ ધ્વજદંડ આપણા કલાકસબીઓના કૌશલ્ય અને નિષ્ઠાનું પ્રતિક છે. ધ્વજદંડ ઉપરાંત શ્રીરામ મંદિરના દરવાજાઓ માટેના બ્રાસના હાર્ડવેર વગેરેનું નિર્માણ પણ અમદાવાદમાં થયું છે, તેનું નિરીક્ષણ પણ આ અવસરે કર્યું.
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરમાં ધ્વજા ફરકાવવા માટેનો ધ્વજ દંડ ગુજરાતમાં તૈયાર થયો છે. અમદાવાદથી આ ધ્વજ દંડ અયોધ્યા રવાના થાય એ પહેલાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનું પ્રસ્થાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવ્યું હતું. આ પ્રસંગે જગદગુરૂ રામભદ્રાચાર્ય સહિતના સાધુ-સંતો, નેતાઓ તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ઢોલ અને નગારા અને ભજન મંડળીઓએ રમઝટ બોલાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/
