
બોટાદ, 17 જાન્યુઆરી(હિ. સ.). બોટાદ નવા માર્કેટિંગ યાર્ડ અમર ગાર્ડન હોટલ સામે ખુટીયો અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બોટાદના મોઢ વણિક યુવાનનુ સારવાર દરમિયાન કરુણ મોત નીપજયાની પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.
બનાવની વિગત પ્રમાણે, બોટાદ શહેરના પાળીયાદ રોડ, સ્માર્ટ સોસાયટી ઘરનં – ૧૬ ખાતે રહેતા અને એલ.આઈ.સી. એજન્ટ તરીકે કામ કરતા મનીષભાઈ નવનીતરાય દેસાઈ (મોઢ વાણિયા) ૫૧ ગત ૨૫ ડિસેમ્બર ૨૩ ના રાત્રિના આઠેક વાગ્યે પરિવાર સાથે બોટાદ થી પાળીયાદ રોડ ઉપર આવેલ નવકાર ફાર્મ હાઉસ ખાતે જમણવાર હોય જેથી ક્યાં ગયેલ અને તેનો પુત્ર ખ્યાત તેનું બાઈક નં-જીજે- ૧૩-એ.એલ-૮૧૫૬ લઈને એકલો ફાર્મ હાઉસ ખાતે જમવા આવેલ અને જમીને તેનું ઉપરોક્ત નંબરનું બાઈક લઈને ખ્યાત બોટાદ ઘરે પરત જતા હતા ત્યારે રાત્રિના ૧૧-૦૦ વાગ્યાની આસપાસ નવા માર્કેટિંગ યાર્ડ અમર ગાર્ડન હોટલ સામે રસ્તામાં અચાનક બળદ (ખુટીયો ) આવી જતા અકસ્માત સર્જા યેલ અને ખુટીયાનુ શિગડુ ખ્યાતના છાતીમા વાગી જતા ગંભીર ઇજા થયેલ ઈજાગ્રસ્ત ખ્યાત ને ૧૦૮ મારફતે પ્રથમ બોટાદની વડોદરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિમ્સ હોસ્પિટલ માં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન ૩ જાન્યુઆરી ૨૪ ના ખ્યાત ઉ.વ.૨૦ નું અમદાવાદ સિમ્સ હોસ્પિટલ માં મોત નીપજયા ની મરણ જનાર ખ્યાતના પિતા મનીષભાઈ નવનીતરાય દેસાઈ એ તેના પુત્ર ખ્યાત વિરુદ્ધ ૧૬ જાન્યુઆરી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/બિનોદ
