• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે: રાજ્યપાલ
Regional

પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે: રાજ્યપાલ

CliQ INDIA
Last updated: August 18, 2025 9:15 am
CliQ INDIA
Share
4 Min Read
SHARE

ગાંધીનગર, 17 ઓગસ્ટ (હિ.સ.): રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, હરિત ક્રાંતિએ દેશને ખાદ્યાન્નમાં આત્મનિર્ભર બનાવ્યો, પરંતુ ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અંધાધૂંધ ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો, પાણી પ્રદૂષિત થયું અને લોકોના આરોગ્યનું સંકટ વધ્યું છે. આ બધાથી બચવા આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સોસાયટીના સહયોગ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય, ભારતીય કૃષિ સંશોધન પરિષદની વિવિધ સંસ્થાઓ તથા વિભિન્ન કૃષિ યુનિવર્સિટીઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી’ વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરાવ્યો હતો.

આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આ તાલીમ કૃષિ ઉત્પાદનમાં વધારો કરવા ઉપરાંત ધરતી માતાનું સ્વાસ્થ્ય, જળ સંરક્ષણ, પર્યાવરણનું રક્ષણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણનો માર્ગ પણ મોકળો કરશે. પ્રાકૃતિક ખેતી દ્વારા દેશી ગાયનું મહત્વ ફરીથી સ્થાપિત થશે અને આવનારી પેઢીઓને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ થશે.

રાજ્યપાલે સ્પષ્ટતા કરી કે, પ્રાકૃતિક ખેતી એ ઓર્ગેનિક ખેતીથી અલગ છે. તે શુદ્ધ સૂક્ષ્મજીવાણુઓની ખેતી છે. જેમ જંગલમાં વૃક્ષો અને છોડ કોઈપણ ખાતર કે જંતુનાશક દવા વગર ખીલે છે, તેવી જ રીતે આપણા ખેતરો પણ પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ થઈ શકે છે.

વૈજ્ઞાનિક તથ્યો ટાંકીને તેમણે કહ્યું કે, દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં અસંખ્ય સૂક્ષ્મજીવાણુઓ હોય છે, જે જમીનની ફળદ્રુપતા વધારવા, નાઇટ્રોજન-ફોસ્ફરસ-પોટાશ જેવા તત્વો પૂરા પાડવા અને છોડને રોગમુક્ત રાખવામાં અત્યંત અસરકારક છે. પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન – વાફસા નિર્માણ અને બહુ-પાક પદ્ધતિ જેવા પાંચ આયમોને અનુસરીને રાસાયણિક ખેતી કરતા પણ વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, જો દેશના ખેડૂતો મોટા પાયે પ્રાકૃતિક ખેતી અપનાવે છે, ખેડૂતોની આવકમાં વધારો થશે, ઉપજની ગુણવત્તા ઉત્તમ બનશે, પર્યાવરણનું રક્ષણ થશે, ભૂગર્ભ જળનું સ્તર સુધરશે, જમીનની ગુણવત્તા સુધરશે, જૈવ વૈવિધ્ય ફરી જીવંત થશે, લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ આહાર મળશે, ગાય સંરક્ષણને પ્રોત્સાહન મળશે અને વિદેશી ખાતરો પર થતો કરોડો રૂપિયાનો ખર્ચ પણ બચશે.

રાજ્યપાલએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ 30 દિવસીય તાલીમ શિબિર કૃષિ ક્ષેત્રમાં એક નવી દિશા પ્રદાન કરશે અને ટકાઉ વિકાસનો પાયો બનશે.

અંતમાં રાજ્યપાલએ આયોજકોને આ મહત્વપૂર્ણ પહેલ બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં, પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે, આ જ ભારતના ભવિષ્યની વાસ્તવિક જરૂરિયાત છે.

આ પ્રસંગે વેદાંત વિદ્વાન પૂજ્ય સ્વામી બ્રહ્માનિષ્ઠાનંદજી મહારાજ, જગત ગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ્ ના ધર્મ સભા વિદ્વતસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રહ્મચારી નિરંજનાનંદજી તેમજ ભારત સરકારના કૃષિ કમિશ્નર ડૉ. પી.કે. સિંહ એ કાર્યક્રમને અનુરૂપ ઉદબોધન કર્યું હતું.

આઈ.સી.એ.આર., અટારીના પૂર્વ નિયામક ડૉ. લાખન સિંહે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમના અંતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉદ્ઘાટન સત્રમાં આઈ.સી.એ.આર., નવી દિલ્હીના નાયબ મહાનિર્દેશક ડૉ. રાજવીર સિંહ, આઈ.સી.એ.આર., જેનેટિક સોસાયટીના સચિવ ડૉ. સંજય કુમાર સિંહ, હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સમિતિ, આગ્રાના મહામંત્રી ડૉ. અનિલ ચૌધરી સહિત અનેક કૃષિ વૈજ્ઞાનિકો, કુલપતિઓ, સંશોધન સંસ્થાઓના ડિરેક્ટરઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા.

—————

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

રાજકોટ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ 23 ડિસેમ્બરે યોજાશે
વિસનગરમાં આમ આદમી પાર્ટીનો ચક્કાજામ નિષ્ફળ, પોલીસ કાર્યવાહી વચ્ચે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો વિરોધ અટકાયો
બાબરા બસ સ્ટેન્ડ પાસે એસટી બસમાં અચાનક ધુમાડા, મુસાફરોમાં દોડધામ — સદનસીબે કોઈ જાનહાનિ નહીં
હોડી દુર્ઘટના સમયે ગેરેજમાં કામ કરતા મુકેશભાઈ સહિત ચાર લોકો તળાવમાં બાળકોને બચાવવા કૂદ્યા
જામનગરમાં આયોજિત ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો શુભારંભ કરાવતા પ્રભારી મંત્રી મોઢવાડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું- રાહુલ ગાંધી 7 દિવસમાં, સોગંદનામું આપે અથવા દેશની માફી માંગે
Next Article શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સ 1020 પોઈન્ટ ઉછળ્યો
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?