પોરબંદર,20 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમા દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેર ઉપરાંત ભોદ ગામે છેલ્લા કેટલાક સમય દીપડાએ પડાવ નાંખ્યો છે જેને કારણે સ્થાનીકોમા ભારે ભય જોવા મળી રહ્યો છે રાત્રીના સમયમા દીપડો સીમ વિસ્તારમા પશુઓના મારણ કરે છે. જેને કારણે સ્થાનીક ખેડુતોમા ભારે ભારે ભય જોવા મળી રહ્યો છે. શાળા આસપાસ પણ દીપડો આંટાફેર કરતો હોવાથી વાલીઓ પણ ચિંતા જોવા મળી રહી છે. વનવિભાગ દ્રારા આ દીપડાને પાંજરે પુરવામા આવે તેવી માંગ સ્થાનીકોએ કરી છે.ભોદ ગામથી બરડો ડુંગર નજીક હોવાના કારણે દીપડો અવારનાવર અહીં આવી ચડે છે.
હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ
