ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) રક્તદાન એ મહાદાન’ છે. જેમ એક મીણબત્તીની જ્યોત પ્રજ્જવલિત હોય અને તેનાથી બીજી મીણબત્તી પ્રગટાવી શકાય છે, એ જ રીતે રક્તદાન કરવાથી એક જિંદગીની મદદ વડે બીજી જિંદગી બચાવી શકાય છે.
‘રક્તદાન એ મહાદાન’ ઉક્તિને સાર્થક કરતા પી.એચ.સી પણાદર ખાતે દિવ્યજ્યોતી બ્લડબેંક ઉના અને આરોગ્ય તંત્રના સંકલનથી બ્લડ ડોનેશન શિબિર યોજાઈ હતી.
આ બ્લડ ડોનેશન શિબિરમાં અંદાજીત ૫૦ કરતા વધુ યુનિટ રક્ત એકઠું થયું હતું. રક્તદાન કરવા માટે આવેલા તમામ ડોનર્સ માટે જ્યુસ તેમજ બિસ્કિટની વ્યવસ્થા અંબુજા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
