ભાવનગર/અમદાવાદ,14 ડિસેમ્બર (હિ.સ.) ગ્રામજનો વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન માટે સંકલ્પબદ્ધ થયા ભાવનગર જિલ્લામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે આગમન થતા ગ્રામજનો દ્વારા સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો-ઉપલબ્ધીઓની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન આપવા માટે સામુહિક શપથ લીધા હતા. આ પ્રસંગે વિસ્તારનાં આગેવાનો સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત લાભર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
