પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પાટણ શહેર અને જિલ્લાના શિવમંદિરોમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું. એક મહિના સુધી શિવભક્તોએ પૂજન-અર્ચન કરી ભોળાનાથને રિઝવ્યા હતા.
શહેરના સિદ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ સહિત 14 પ્રમુખ શિવમંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. શિવભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળથી શિવજીનો અભિષેક કર્યો હતો.
સાંજના સમયે વિવિધ શિવમંદિરોમાં નયનરમ્ય આરતી યોજાઈ રહી છે. ભાવિક ભક્તો આ આરતીના દર્શનનો લાભ લઈ રહ્યા છે. શ્રાવણ માસના આ અંતિમ સોમવારે શિવભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર
