પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : પાટણમાં પૂજ્ય લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા વાર્ષિક સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને વડીલોનો સન્માન સમારંભ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા અને તેમને પ્રોત્સાહિત કરવા ઇનામો પણ આપવામાં આવ્યા હતા.
પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠક્કરે સ્વાગત ભાષણમાં જણાવ્યું હતું કે લીલાશાહ મહારાજની કૃપાથી સિંધી સમાજ વેપાર, ધંધા, રાજકીય અને સામાજિક ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રકુમાર કુંદનલાલ ઠક્કર અને ખુશીબેન અશ્વિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પંચાયતના આગેવાનો અને કારોબારી સભ્યો વિશેષ રીતે હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ
