ગીર સોમનાથ જુલાઈ (હિ.સ.) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદનાં પરિણામે ગીર ગઢડા તાલુકાનાં જામવાડા ગામ પાસે શિંગોડા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે.
પાણીની સતત આવકના કારણે બપોરે ૧૧.૩૦ કલાકની સ્થિતિએ ડેમમાં ૮૯૩.૮૨ મી.ઘનફૂટ પાણીનો જથ્થો છે અને પાણીની સપાટીનું લેવલ ૧૩૯.૩૮ મી.ગેજ ૫૪.૪૪ ફૂટ છે.
આમ, શિંગોડા ડેમ ૭૦% ભરાયો છે તેમજ શિંગોડા સિંચાઇ યોજના હેઠળ ડેમનું લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવાની શક્યતા છે.
જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે ડેમની હેઠવાસમાં આવતા કોડીનાર તાલુકાના છાછર, દુદાણા ઘાટવડ, ગોવિંદપુર, કોડીનાર, નાના ઇંચવડ, મૂળ દ્વારકા, રોણાજ, સુગાલા, ચૌહાણની ખાણ અને ગીર ગઢડા તાલુકાના જગતિયા, ભંડારિયા, કંસારીયા, જામવાડા, પાણાદર ગામે અસર થવાની શક્યતાં જોતાં લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા તેમજ સાવચેત તથા સલામત સ્થળે રહેવા સિંચાઈ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
