નવસારી, 3 જુલાઈ (હિ.સ.)- ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ વાંસદા તાલુકાના રાણી ફળીયા પ્રાથમિક શાળા , ખેરગામ તાલુકા આછવણી રામેશ્વર મંદિર,ચીખલી તાલુકા સાદકપોર પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાના ખડસુપા પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વાંસદા તાલુકાના હનુમાનબારી – રાણી ફળીયા – નાની ભમતી – ચીકટીયા -જામલીયા – વણારસી -દુબળ ફળીયા – ઉપસળ , ખેરગામ તાલુકાના આછવણી – જામનપાડા – પાણીખડક – નડગધરી – પંણજ , ચીખલી તાલુકાના પીપલગભાણ –સાદકપોર-ખાંભડા – સાદડવેલ અને નવસારી તાલુકાના ઉન -ખડસુપા ગામના આદિવાસી સમુદાયના ગ્રામજનોએ કેમ્પમાં ભાગ લઇ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી.
આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ (PM-JAY), જાતિ/રહેવાસી પ્રમાણપત્ર, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પીએમ-કિસાન જન ધન ખાતું, વીમા કવર (PMJJBY/ PMSBY) વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, દિવ્યાંગ પેન્શન રોજગારી અને આવક આધારિત યોજનાઓ (મનરેગા, પીએમ વિશ્વકર્મા, મુદ્રા લોન) મહિલાઓ અને બાળકો માટે આંગણવાડી લાભ, રસીકરણ વગેરે કામગીરી કરવામાં આવનાર છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે
