– દસ્ક્રોઈ તાલુકાના હીરાપુર ગામના લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ વિવિધ સરકારી યોજના વિષે જાણકારી મેળવી
હીરાપુર ગામના નિવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ લીધો, ‘મેરી કહાની, મેરી જુબાની’ સાથે સરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ મુક્યા
અમદાવાદ,16 ડિસેમ્બર (હિ.સ.) સમગ્ર ભારતભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભ્રમણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તે અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના હીરાપુર ગામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે, આ જનકલ્યાણકારી યોજનાઓ વિશે લોકો જાણી તે યોજનાઓનો લાભ લે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
હીરાપુર ગામમાં અંદાજિત 642 લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 564 લોકોના આરોગ્યની તપાસ કરી ટીબીની તપાસ પણ કરવામાં આવી હતી. ‘માય ભારત’ હેઠળ 25 સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ લાભાર્થીને લાભ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલાઓ, વિદ્યાર્થીઓ, લોકલ રમતવીરો, લોકલ કલાકારોને ધારાસભ્ય બાબુભાઈના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની યોજના ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ 4 લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. સમગ્ર ગામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ લીધો હતો. એક ખેડૂતનું સોઇલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતાં એક ખેડૂતે પોતાના પ્રાકૃતિક કૃષિને લગતા અનુભવો ઉપર ચર્ચા કરી હતી.
કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ 144 લોકોના આયુષ્માન કાર્ડ બનાવી તેમાંથી 87 લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. હીરાપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રોન પ્રદર્શન ઉપરાંત ‘ધરતી કહે પુકાર કે’ નુકકડ નાટક દ્વારા હીરાપુર ગામના લોકોને પ્રાકૃતિક કૃષિ વિશે સમજ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/
