ગીર સોમનાથ 31 ઓગસ્ટ (હિ.સ.)કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સીઝનમાં વર્ષ:૨૦૨૫-૨૬ માટે મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબિન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે.
ખરીફ ૨૦૨૫-૨૬માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી માટે ખેડૂતોની ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવશે.
તા.૦૧.૦૯.૨૦૨૫થી તા.૧૫.૦૯.૨૦૨૫ દરમ્યાન ખેડૂતો જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિના મૂલ્યે નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરાવી શકે છે.
જેથી મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોને નોંધણી કરવા ગીર સોમનાથ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
