ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.) તાલાળા ના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા પોતાના વિધાનસભા મત વિસ્તારના વડીલો માટે તીર્થયાત્રાનું વિનામૂલ્ય પોતાના સ્વખર્ચે ભવ્ય આયોજન કર્યું હોય, જેમાં તાલાળા તાલુકાના 2495 યાત્રીઓને લઈ 47 બસ તાલાળા થી રવાના થઈ હતી તાલાળા બાયપાસ થી આગળ નમસ્તે સર્કલ પાસે ગામડાઓમાંથી આવેલી લક્ઝરીબસ એકત્રિત જ્યાં ધારાસભ્ય ભગવાનને નાની દીકરીઓ એ કુમકુમ થી ચાંદલા કરી તીર્થયાત્રાના વાહનોનું પૂજન કરી બધા તેથી યાત્રાઓને આવકાર્ય હતા. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમાર પૂર્વ પ્રમુખ દિલીપ બારડ સહીતજિલ્લા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ૪૭ તિથૅ યાત્રીઓની બસ સાથે સ્વયં સેવક સેવા આપતા યુવાનોની ફોરવીલ જોડાઈ હતી જય દ્વારકાધીશ જય સોમનાથ નાદસાથે થઈયાત્રીઓના બસમાં કાફલાને કેસરી ધ્વજા ફરકાવી રવાના કરવામાં આવ્યા હતા.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
