
ગાંધીનગર, 3 ડિસેમ્બર(હિ. સ.). તા. ૩જી ડિસેમ્બર-૧૮૮૪ના રોજ બિહારમાં જન્મેલા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના ૧૩૯મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને આજે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ, સંયુક્ત સચિવ ચેતન પંડ્યા, સહિત ઉચ્ચઅધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ બિનોદ
