મોડાસા, 27 ઓકટોબર(હિ. સ.)ઉત્તર ગુજરાત પરથી સતત પસાર થઇ રહેલા ઉત્તર-પશ્ચિમ દિશાના નીચા સ્તરના પવનોના કારણે શુક્રવારે ઠંડીમાં વધુ 2 ડિગ્રીનો વધારો થયો હતો. ઉત્તર ગુજરાતના મુખ્ય 6 શહેરો પૈકી 3 શહેરોમાં 21 ડિગ્રીથી નીચે રાત્રીના તાપમાનના કારણે ઠુંઠવાતી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. અંશત: વાદળો વચ્ચે ગરમીમાં ફરી સામાન્ય વધારો થયો હતો. જેને લઇ મુખ્ય 6 શહેરોમાં ગરમીનો પારો 36.8 થી 38 ડિગ્રીની વચ્ચે રહેતાં બપોરના સમયે તાપ આકરો લાગ્યો હતો.
ડીસામાં 20 ડિગ્રી સાથે ઉ.ગુ.ની સૌથી ઠંડી રાત અને 38 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, દિવસ-રાતના તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે.
મુખ્ય શહેરોમાં ઠંડી મહેસાણા 20.6 (-1.1) ડીસા 20.0 (-1.9) પાટણ 20.1 (-1.6) હિંમતનગર 22.5 (-0.7) વડાલી 22.0 (-0.5)બાયડ 21.5 (-0.5)
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/માધવી
