જુનાગઢ, 22 ડિસેમ્બર(હિ. સ.)જૂનાગઢના વિજાપુર ગામે વિકસિત ભારતનો સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ આવકાર આપ્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં લોકોને કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે જ તેના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. વિશેષમાં તેમણે કહ્યું કે, જૂનાગઢ જિલ્લાના વર્ગ -૧ના મોટાભાગના અધિકારીઓ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે. તેમ જણાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા. સાથે જ નવોદય અને સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટેની પરીક્ષા આપવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે અગ્રણી શ્રી દિનેશભાઈ મૈતરે વિજાપુર-સોડવદર રસ્તો મંજૂર કરવા માટે જહેમત ઉઠાવનાર શ્રી કિરીટભાઈ પટેલનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ઉપરાંત હેલ્થ કેમ્પના માધ્યમથી ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો.
આ પ્રસંગે નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. અંતમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થતા ગ્રામજનો
આ પ્રસંગે અગ્રણી શ્રી પ્રવીણભાઈ ઠુંમર, તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ ઠુંમર, તાલુકા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર ઠાકોર, વિસ્તરણ અધિકારી શ્રી ગાયત્રીબેન શર્મા, સરપંચ શ્રી પરેશભાઈ મોરવાડિયા સહિતના પદાધિકારી-અધિકારી અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ મુકેશ સખિયા/બિનોદ
