– ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર સાગરખેડૂ સાયકલ રેલીમાં 15 થી 35 વર્ષ સુધીના ભાગ લઇ શકશે
– જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ઇણાજ ખાતે 31 જાન્યુઆરી સુધીમાં
રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરી શકાશે
સોમનાથ/અમદાવાદ,24 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા સંચાલિત ચાલુ વર્ષે સાગરખેડુ સાયકલ રેલી-2023-24નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જેમાં રાજ્યના 15 થી 35 વર્ષ સુધીના વિદ્યાર્થી અને અન્ય યુવક,યુવતીઓને સાગરખેડુ સાયકલ રેલીમાં જોડાવાની ઉમદા તક આપી પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા સાગરખેડુ સાયકલ રેલી 10 (દસ) દિવસ માટેનો કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા 10 (દસ) દિવસની સાગરખેડુ સાયકલ રેલી 2023-24 આગામી ફેબ્રુઆરી માસમાં ગીર સોમનાથ જિલ્લામાં યોજવામાં આવશે. જેમાં પસંદ થયેલ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક આપવામાં આવશે.
સાગરકાંઠા વિસ્તારની સંસ્કૃતિ અને જીવનશૈલીને નજીકથી જાણવા રસ ધરાવતા 15 થી 35 વર્ષની વય ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય યુવક-યુવતીઓ કે જેઓ સાગરખેડુ સાયકલ રેલીમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવો સાદા કાગળ ઉપર પોતાનું પુરૂ નામ, સરનામું, મોબાઇલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, વાલીનું સંમતિ પત્રક, તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, શારીરિક તંદુરસ્તી અંગેનું ડૉક્ટરનું પ્રમાણપત્ર, રમત ગમત પ્રવૃતિ, પર્વતારોહણ તેમજ NCC, NSS કે અન્ય પ્રવૃતિઓમાં ભાગ લીધો હોય તો, તે અંગેનું પ્રમાણપત્ર વગેરે સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે જોડી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન તા. વેરાવળ, જિ. ગીર સોમનાથ ખાતે 31 જનયુઆરી સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી કરી શકશે. સમયમર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
હિન્દુસ્થાન સમાચાર/
