ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે જીતુભાઈ કુહાડા નું સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો. વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીએ મુકામે સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત 21 મી વખત બિનહરીફ ચુટાવવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાને જાલેશ્વર મછીયારા સમાજના પટેલ યુસુફભાઇ લુચણી, પટેલ ગફુરભાઈ ટોકી, સભ્યો સિકંદરભાઈ, મહેમુદભાઈ, સાહિલભાઈ, દ્વારા હાર તોરા કરીને જીતુભાઈ કુહાડા નું સન્માન કરવામાં આવેલ હતું.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
