જૂનાગઢ/અમદાવાદ,24 નવેમ્બર (હિ.સ.) ગિરનારની લીલી પરિક્રમાનો કારતક સુદ 11થી વિધિવત પ્રારંભ થયો છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ થતા લાખો યાત્રાળુઓ પરિક્રમા કરવા પહોંચી ગયા છે.એક અંદાજ મુજબ સાત લાખ યાત્રાળુઓ પરિક્રમા કરવા આવ્યા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રોમાં હરી હરના નાદથી ગુંજી ઉઠ્યા છે. જૂનાગઢ તરફ આવતા વાહનોમાં પગ મુકવાની જગ્યા નથી.માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.
દેવ ઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ 36 km ની ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડે છે. જોકે, આ વર્ષે યાત્રાળુઓ વહેલા આવી જતાં એક દિવસ પહેલા જ ગિરનારની પરિક્રમાનો ગેટ ખોલી દેવામાં આવ્યો હતો. ત્યારે દેવ ઉઠી અગિયારસના દિવસે સવારે સાધુ સંતો દ્વારા ભવનાથમાં તમામ દેવી દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના 12 કલાકે પરંપરાગત રીતે વિધિ અનુસાર ગુરુદત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પરિક્રમા ગેટ પર રીબીન કાપી શ્રીફળ વધારીને પરિક્રમમાંથીઓને પરિક્રમા માટે રવાના કર્યા હતા.
લોકોની સુવિધા માટે સામાજીક સંસ્થાઓ કામ કરી રહી છે. પરિક્રમા રૂટ ઉપર લોકો અન્નક્ષેત્ર ચલાવી રહ્યાં છે. અન્નક્ષેત્રમા હરી હરનો નાદ ગુંજી રહ્યો છે. તેમજ અનેક યાત્રાળુ સાથે રસોઇનો સામન લાવ્યા છે.આ યાત્રાળુઓ પરિક્રમા રૂટ ઉપર રસોઇ બનાવી રહ્યાં છે. પરિક્રમા રૂટ ઉપર ભોજનની તમામ વ્યવસ્થા છે. રોટલ, રોટલા, શાક, ભજીયાં, ગાઠિયા, બુંદી, ભાત, ખીસડી વગેરે યાત્રાળુઓને પરિસવામાં આવી રહ્યું છે.યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા તંત્ર પણ કામે લાગી ગયું છે. ગિરનારની પરિક્રમાને લઇને જૂનાગઢ તરફ વાહનોમાં પગ મુકવાની જગ્યા નથી.
શહેરનાં કાળવા ચોક, ગાંધી ચોક, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, મજેવડી દરવાજા વિસ્તારમાં ટ્રાફિક જોવા મળી રહી છે.
પાવનકારી ગિરનાર લીલી પરિક્રમામાં ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યમાંથી ભાવિકો ઉમટી પડ્યા છે.યાત્રાળુઓ અનેરો ઉત્સાહ સાથે અને લીલી વનરાઈ વચ્ચે આનંદ-ઉમંગ સાથે પગપાળા ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોની સગવડતા માટે જિલ્લા વહીવટી તંત્ર જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-ગુજરાતની સંસ્કૃતિની ઉજાગર કરતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતા અન્નક્ષેત્રો પણ હરી હરના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભાવિકો પણ ભાવ સાથે ભોજન-ભજન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે.
હિન્દુસ્થાન સમાચાર/
