– અમદાવાદમાં નવા 6 કેસ, ત્રણ પુરુષ અને ત્રણ સ્ત્રી
અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) કોરોના વાયરસના નવા સબ-વેરિયન્ટ જેએન.1એ ફરી ભારતમાં દેખા દીધા છે અને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. ગુજરાતમાં આજની તારીખમાં 23 એક્ટિકવ કેસ છે. ગુજરાતમાં પણ સતત પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના આંકડા પર નજર કરીએ તો આજે કોરોનાના કેસ વધવામાં ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. કાલ કરતાં આજે નવા11 કેસ સામે આવ્યા છે અને કુલ એક્ટિવ કેસની સંખ્યા 23 પર પહોંચી છે.અમદાવાદમાં નવા 6 કેસ સામે આવ્યા છે જેમાં નવરંગપુરા,નારણપુરા અને સરખેજ વિયાસ્ત્રમાં થઈ ને ત્રણ પુરુષ અને ત્રણ સ્ત્રી ના કેસઃ સામે આવ્યા છે . જેને ગહે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાં ત્રણ ની વિદેશ યાત્રાની હિસ્ટ્રી છે.
રાજ્ય સરકારે રાજ્યનાં ચારો મહાનગર- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રેપિડ ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. આઈસોલેશન વોર્ડ, ઓક્સિજન પ્લાન્ટ તહેનાત કરી દેવામાં આવ્યાં છે તેમજ ડોક્ટરોને પણ એલર્ટ કરી સ્ટેન્ડબાય કરાયા છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
