સુરત,23 નવેમ્બર (હિ.સ.) સુરત જીલ્લાના મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો યોજનાકીય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથ માછી સાદડા ગામે આવી પહોચ્યો હતો. જયા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ અવસરે માછી સાદડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક મુકેશ પટેલએ ભારતને વર્ષ 2047 સુધીમાં આત્મ નિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવવામાં સપનાને સાકાર કરવા માટે કટિબદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો. વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા તેમના વિભાગની યોજનાઓ જેવી કે પોષણ અભિયાન, કુપોષણ મુક્ત ભારત અને એનિમિયા ,પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટે અંગેની માહિતી આપી હતી. સાથે મિલેટ અને THR ના ઉપયોગ કરી વિવિધ વાનગીઓનું પ્રદર્શન યોજાયું હતું.
ઉપરાંત મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું,ICDS, PMJY, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો વર્ણવ્યા હતા.
આ અવસરે CDPO વિમળાબેન જી. પટેલ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી સુનિલભાઈ, ગામના સરપંચ ગણેશ ચૌધરી, ગ્રામ પંચાયતના સભ્યો, વિસ્તરણ અધિકારી યોગેશભાઈ, પાણી પુરવઠા આસિસ્ટન્ટ અવનીબેન પટેલ, તબીબી અધિકારી, તેમજ તાલુકા પંચાયતના કર્મચારી, કાર્યકરો, તેડાગર તથા આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
