સુરત, 12 નવેમ્બર(હિ. સ.)-સુરતમાં ગઈકાલે રેલવે સ્ટેશન પર મુસાફરો વચ્ચે થયેલી ભાગદોડમાં વ્યક્તિના મોત થયું હતું. આ તરફ હવે સામે આવ્યું છે કે, રેલવે વિભાગ દ્વારા મૃતકના પરિવારને 10 લાખની સહાય ચૂકવાશે. મહત્વનું છે કે, કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશ દ્વારા આ જાહેરાત કરાઇ હતી. મંત્રી દ્વારા હાલ પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવાઇ છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડના પગલે ધક્કામુક્કી સર્જાઈ હતી. જેમાં એકનું મોત થયું હતું તેમજ 4થી 5 મુસાફરો બેભાન થયા હતા. જે ઈજાગ્રસ્ત મુસાફરોની રાજ્યકક્ષાના રેલવેમંત્રીએ મુલાકાત લીઘી હતી. આ તરફ હવે કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશ દ્વારા, મૃતકના પરિવારને 50 હજારની આર્થિક સહાય ચુકવાઇ છે. આ સાથે રેલવે વિભાગ દ્વારા પણ મૃતકના પરિવારને 10 લાખની સહાય ચૂકવવાનું જણાવાયું છે.
કેન્દ્રીય રેલ રાજયમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું હતું કે, 10 લાખની સહાય ચૂકવવા મૃતકના પરિવારની બેંક વિગતો મંગાવાઇ છે. બેંક વિગતો આવ્યા બાદ પરિવારને તાત્કાલિક સહાય ચૂકવાશે. આ સાથે તેમણે કહ્યું કે, મૃતકનો પીએમ રિપોર્ટની પણ વાટ જોવાઇ રહી છે. જેના આધારે પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
