• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં વરાછા ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાયો
Regional

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં વરાછા ખાતે રાજસ્વી સન્માન સમારોહ યોજાયો

CliQ INDIA
Last updated: November 5, 2023 8:30 pm
CliQ INDIA
Share
3 Min Read
SHARE

સુરત, 05 નવેમ્બર (હિ. સ.)-વરાછાના મિનિબજાર સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે કેન્દ્રીય પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘જરખીયા-ગોવિંદપરા-સુરજપરા જન જાગૃતિ પ્રગતિ મંડળ’ દ્વારા રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા અને દ.ગુજ.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ વઘાસિયાનું ભવ્ય સન્માન કરાયું હતું. ગુજરાત વિધાન સભાના નાયબ મુખ્યદંડક કૌશિકભાઈ વેકરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગેશ્રી મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, દક્ષેશભાઈ, ભરતભાઈ અને રમેશભાઈ જેવી ત્રણ હસ્તીઓ મહત્વની જવાબદારી અદા કરી રહ્યા છે. તેઓને ગામ, શહેર, રાજ્ય અને દેશમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવાની સુર્વણ તક મળી છે. મહત્વની જવાબદારી સાથે પ્રજાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે તન મનથી લોકોની સેવા કરવામાંથી ચૂકવું ન જોઈએ. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ એ જનપ્રતિનિધિની મહત્વની જવાબદારી છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

રૂપાલાએ કહ્યું કે, સુરત એ દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે, જેનાથી અન્ય શહેરો પણ પ્રેરણા લઈ રહ્યાં છે. મિની ભારત સુરતમાં ભાત-ભાતના લોકો સૌ સાથે મળી પ્રેમપૂર્વક રહે છે. આવા સુરતના પ્રથમ નાગરિક તરીકે સેવા કરવાનો મોકો સમાજ ગૌરવ સમાન મેયર દક્ષેશ માવાણીને મળ્યો છે, ત્યારે સુરતના વિકાસ સાથે સમાજનો પણ વિકાસ કરે એવી શુભેચ્છાઓ મંત્રી એ પાઠવી હતી.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક માર્ગદર્શન થકી દેશમાં થઈ રહેલા કાર્યોની નોંધ દેશ-દુનિયામાં લેવાઈ રહી છે. જી-20 દ્વારા વિશ્વની આપણા ભારત પર નજર પડી છે. આજે અન્ય દેશો ભારત સાથે મૈત્રી માટે હાથ આગળ વધારી રહ્યા છે. કોરોના કાળ પછી દેશ-દુનિયાનું અર્થતંત્ર ખોરવાઈ જવા પામ્યું હતું, ત્યારે ભારત દેશનું અર્થતંત્ર અડીખમ રહ્યું છે.

આ અવસરે કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે દક્ષેશભાઈ, ભરતભાઈ અને રમેશભાઈને અભિનંદન આપી જનસેવાના માર્ગે આગળ વધવા શુભકામના આપી હતી. રેલ્વે મંત્રી શ્રીમતી જરદોશે તા.5 નવેમ્બરથી સુરત-મહુવા દિવાળી સ્પેશિયલ ટ્રેન, શરૂ કરવાની જાહેરાત કરી હતી.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, સન્માન એ સંસ્કાર સાથે જોડાયેલો શબ્દ છે. સમાજમાંથી ડોક્ટર, એન્જિનિયર અને ઉદ્યોગપતિ ઘણા બને છે, પણ લીડર કોઈ એક જ વ્યક્તિ બને છે, સમાજના દરેક વર્ગો માટે નિ:સ્વાર્થભાવે કામ કરતો વ્યકિત એક સફળ લીડર બને છે. જે સમાજના દરેક ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપી સેવાના ભાવથી કાર્યો કરે છે, એવા લીડરનું સન્માન થવું સમાજ માટે ગૌરવપૂર્ણ બાબત છે. સમાજના યુવાનો આગવી પદપ્રાપ્તિથી આગળ વધી રહ્યા છે, ત્યારે સમાજ દ્વારા થતા સન્માનથી તેમના ઉત્સાહ અને કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે.

આ પ્રસંગે અમરેલીના સાંસદનારણભાઈ કાછડીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, ધારાસભ્ય સર્વ કુમારભાઈ કાનાણી, કાંતિભાઈ બલર, શહેર પક્ષ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, સમાજ અગ્રણીઓ અને ડાયમંડ ઉદ્યોગપતિઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી

You Might Also Like

અમદાવાદમાં લાંભાના એક ફ્લેટમાં મસ્તી મસ્તીમાં ફાયરીંગ,બેની ધરપકડ
અરવલ્લી જિલ્લામાં હોમ વોટિંગ કરાવવામાં આવ્યું
આરટીઓની ઈ-ચલણની ફાઈલ ઓપન કરતાં જ મહિલા વેપારીના ખાતામાંથી 2.99 લાખ ઉપડી ગયા
અમદાવાદના સાણંદ ખાતે સાઇબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો
વિસાવદર નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે ત્રણેય સેનામાં તમામ રેન્કની મહિલાઓને સમાન રજા મળશે.
Next Article વર્લ્ડ કપ: વિરાટ કોહલીએ વન ડેમાં ફટકારી 49મી સદી, સચિનના રેકોર્ડની બરાબરી કરી…
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?