


ગાંધીનગર, 15 જાન્યુઆરી (હિ.સ.): ગાંધીનગરના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાત આવ્યા છે. ઉત્તરાયણના પર્વની ઉજવણી તેમણે વિવિધ સ્થળે કરી હતી. જે અંતર્ગત ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલ વૈદેહી- 3 રેસીડેન્સી ખાતે નગરજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા એ સહભાગી બનીને સૌને રંગબેરંગી પતંગોથી જીવનને આનંદિત કરનાર ”ઉત્તરાયણ” પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
આ દરમિયાન ધારાસભ્ય રીટાબેન પટેલ શહેર અધ્યક્ષ રુચીરભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ, મહામંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ
