
ભાવનગર/અમદાવાદ,08 નવેમ્બર (હિ.સ.) રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના માટે અરજીઓ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ 4 ડિસેમ્બર સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જેમા વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની 110 ટકા મર્યાદામાં વહેલા તે પહેલાનાં ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરવામાં આવી છે. જે ધ્યાને લઇ રાજ્યના ખેડૂતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/
