સુરત,06 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના સરસાણા અને કસાદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ અવસરે પદાધિકારીઓ તથા વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન,પ્રધનામંત્રી આવાસ યોજના,ગંગા સહાય યોજના,ઉજ્જવાલા યોજના,પી.એમકિસાન વય યોજના, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓની માહિતી આપી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી આઈ.સી.ડી.એસ યોજનાઓના ૧૦ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. મિશન મંગલમ યોજના,પોષણઅભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ગંગા સહાય યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ અવસરે એ. ટી. ડી.ઓ. નરેશ પટેલ, મનોજ સુરતી સી.કલાર્ક મદદનીશ ઇજનેરની કચેરી, શાસક પક્ષના નેતા જિજ્ઞેશ પટેલ, વિસ્તરણ અધિકારી ઉમેશ પટેલ, વાસ્મો યોજના અધિકારી મેહુલ કુવાડીયા, સરપંચશ્રી રશ્મિ પટેલ,સાજીદ મલેક, ડો. ચિરાગ પટેલ-તાલુકા આરોગ્ય અધિકારી, ડો.ધવલ પટેલ-મેડિકલ ઓફિસર કિમ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર અને તેડાગર, આરોગ્ય સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
