સોમનાથ,25 નવેમ્બર (હિ.સ.) આવતીકાલે બંધારણ દિવસ છે. તેના ઉપલક્ષમાં ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે.ક્રિસ્ટલ સ્કૂલ ખાતે સવારે 10.45 કલાકે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેની વિગતો આપતા ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું છે કે, આપણા રાષ્ટ્રનો ‘સંવિધાન (બંધારણ) દિવસ 26 ના બુધવારે ડાયરેકટોરેટ ઓફ પ્રોસિકયુશન – ગાંધીનગર, ગુજરાત રાજયના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આયોજન કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય, સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલસચિવ ડો. મહેશકુમાર મેતરા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, અગ્રણી ડો.સંજય પરમાર, જિલ્લા લિંગલ સર્વિસીસ ઓથોરિટીના સેક્રેટરી જે.એન.પટેલ, સ્પીપા & પી.ટી.એસ.ના વ્યાખ્યાતા ડો.કે.જે.વૈશ્નવ, ગડુ લો કોલેજના પ્રિન્સિપાલ ડો.ટી.આર.શર્મા, સ્કોલર સ્ટુડન્ટ નીશા અશોકકુમાર હેમનાણી, ડિફેન્સ કાઉન્સેલર ડિમ્પલબેન વ્યાસ તેમજ તમામ વકીલ મિત્રો, પ્રોસિક્યૂશન ટીમના સભ્યો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
