– રાજ્યમાં ફટાકડાની આતશબાજી, ગરબાની રમઝટ
અમદાવાદ,22 જાન્યુઆરી (હિ.સ.) અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો અને રામલલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા. વડાપ્રધાન મોદીએ નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન મોદીએ ચરણામૃત ગ્રહણ કરીને 11 દિવસના ઉપવાસનું સમાપન કર્યું હતું. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રીરામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર સાથે કરતબો દેખાડ્યા હતા. શહેરના આશ્રમ રોડ અને અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી લોકોએ પ્રાણપ્રતિષ્ઠાના મહોત્સવને વધાવ્યો હતો. ગુજરાતભરમાં એક જ ગીત ગુંજી રહ્યું છે કે ‘ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રીરામ બોલેગા…’ તેમજ સમગ્ર રાજ્યમાં લોકોએ LED સ્ક્રીન પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠા થતાં જ રાજ્યભરમાં લોકોએ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. અમદાવાદમાં ગલીએ ગલીએ રોડ ઉપર જય શ્રીરામ અને કેસરી ધજાઓ જ દેખાઈ રહી છે.
આવ્યું હતું.
વસ્ત્રાલ, અમદાવાદ પૂર્વ વિસ્તાર તેમજ મોટા-મોટા સ્થાનો પર લોકોએ LED સ્ક્રીન પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિહાળ્યો હતો.શહેરના બિલેસવાર મહાદેવમાં શ્રદ્ધાળુઓએ સામૂહિક આરતી ઉતારી હતી.
હિન્દુસ્થાન સમાચાર/
