અમરેલી, 7 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઈંગોરાળા ગામ નજીકથી પોલીસને વિદેશી દારૂના કથિત જથ્થા અંગે સફળતા મળી છે. દમણથી આવતી ટાટા કંપનીના કન્ટેનર ટ્રકમાંથી 1800 વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસએ કન્ટેનર ટ્રક સહિત કુલ રૂ. 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમ્યાન ટ્રકનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે. હાલ બાબરા પોલીસે દારૂ કોને મંગાવ્યું અને પાછળ કોનો હાથ હોઈ શકે તે દિશામાં ગુનાહિત તપાસ શરૂ કરી છે. મામલાની ગંભીરતા જોવા પામી પોલીસ વધુ તપાસમાં જૂટેલી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek
