અમદાવાદ,21 નવેમ્બર (હિ.સ.) અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે આજથી બે દિવસ ની ગ્લોબલ ફીશરીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં પહેલીવાર આયોજિત આ કાર્યક્રમમાં પહેલીવાર 5 હજાર ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં કોન્ફરન્સ યોજાઈ છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સમારંભ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. જેમાં આજે ધોલ માછલીને સ્ટેટ ફિશ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદના સાયન્સ સીટીમાં બે દિવસીય ફિશરીઝ કોન્ફરન્સ યોજાઈ છે. આ કોન્ફરન્સમાં ફ્રાંસ, ન્યૂઝીલેન્ડ, નોર્વે, ઓસ્ટ્રેલિયા, રશિયા, સ્પેન, ઝિમ્બાબ્વે, અંગોલા, બ્રાઝિલ સહિત દેશોથી ડેલિગેટ્સ હાજર રહ્યા છે. કોન્ફરન્સમાં ઈનલેન્ડ એક્વાકલ્ચર, કોસ્ટલ એક્વાકલ્ચર અને મેરિકલ્ચર, ડીપ-સી ફિશિંગ, સસ્ટેઇનેબલ એક્વા ફીડ, માછલીનું સ્વાસ્થ્ય વ્યવસ્થાપન તેમજ નવી અને ઉભરતી ટેકનોલોજી અંગે આ સેશન્સ યોજાશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ મત્સ્યપાલન અને જળચર ઉછેર માટે રોડમેપ તૈયાર કરવાનો છે.
ફિશરીઝ ક્ષેત્રમાં 2014 સુધી માત્ર 3682 કરોડનું ઇન્વેસટમેન્ટ થયું હતું. જોકે પાછલા 9 વર્ષમાં 38572 કરોડ રૂપિયાનું ઇન્વેસટમેન્ટ ફિશરીઝ ક્ષેત્રમાં થયું છે. આ પ્રસંગે સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. આજે ગુજરતના 5 હજાર કરોડની ફિશ એકપોર્ટ એકસપોરટ કરે છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધ્યો છે. દેશમાં ત્રણ કરોડથી વધુ ફિશ રીઝ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. દેશમાં પ્રથમ વાર ફિશરિઝ મંત્રાલય શરૂ કરાયું છે. પાછલા 9 વર્ષમાં ફિશરિઝ અને એકવા કલ્ચર ડબલ થયું છે. સરકારે દેશના દરિયા કઠે વિકાસ કરવા સાગર મલા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
તેમણે કહ્યું કે, દેશના વિકાસ માટે કોસ્ટલ બેલ્ટ મહત્વ પૂર્ણ છે. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં તેઓએ સાગર ખેડુ યોજના શરૂ કરી હતી. માછીમારો માટે મળનારા આર્થિક લાભ dBTના માધ્યમથી આપીએ છીએ. માછીમારોને મળતા તમામ આર્થિક લાભ સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. માછીમારોને પણ કિસાન ક્રેડિડ કાર્ડ અંતર્ગત આવરી લેવાયા છે. આજે ગુજરાતમાં બ્લ્યુ ઈકોનોમી ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે રાજ્ય માટે ખુશીની માછલી ધોલ માછલીને સ્ટેટ માછલી જાહેર કરવામાં આવી છે.
ભારતમાં જોવા મળતી આ સૌથી મોટી ફિશ છે. ધોલ માછલી ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે. માછલીના શરીરમાં મીટ અને એર બ્લેડરના કારણે તે વધારે કોસ્ટલી હોય છે. એર બ્લેડરના કારણે સિંગલ માછલી 3થી 5 લાખમાં વેચાય છે. માછલી જેમ મોટી થાય છે તેમ તેની માર્કેટ વેલ્યુ વધે છે. આ માછલી ગોલ્ડન બ્રોન્ઝ કલરની હોય છે.
પહેલા ઉચા લેવલની બિયર અને વાઇન બનાવવા માટે, હાલ દવા બનાવવા માટે એર બ્લેડરનો ઉપયોગ થાય છે. ગુજરાતથી એર બ્લેડર બોમ્બે જાય છે અને ત્યાંથી એકપોર્ટ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
