

અંબાજી 12 ડિસેમ્બર (હિ.સ) ગુજરાતને અડીને આવેલ પ્રસિદ્ધ પર્યટક સ્થળ માઉન્ટઆબુ હવે દેશ-વિદેશમાં પર્યટકોનું માનીનુ સ્થળ બની ગયેલ છે. જ્યાં અધ્યાત્મ શુદ્ધ પર્યાવરણ અને સનાતન પરંપરાના મંદિરો આવેલ છે. જયાં દર વર્ષે લાખો પર્યટકો આવન જાવન કરે છે ત્યાં અહિં એરપોર્ટની વર્ષો જુની માંગ સાકાર થાય તે જરૂરી છે.તેવામાં બ્રહ્માકુમારીઝ પ્રતિનિધિ સંગઠને ભારત સરકારને રૂબરૂ રજૂઆત પણ કરેલ છે તથા જાલોર શિરોહીના સાંસદ લુમ્બારામ ચૌધરીને પણ રજૂઆત કરેલ છે ત્યારે આ અંગે લોકસભામાં રજુઆત કરતા સાંસદ લુમ્બારામ ચૌધરીને જવાવેલ કે માનપુર હવાઈ પટ્ટીને એરપોર્ટ બનાવવા 100કરોડ ફાળવણી કરીપર્યટકો ની માંગને સંતોષી શકાય તેમ છે કારણ કે અહિં વિવિધ ઉદ્યોગ સાથે બહ્માકુમારીઝ 140 દેશોનું આ સેન્ટર ધરાવતુંઆબુરોડ માઉન્ટ આબુ માં મુખ્યાલય આવેલ છે. જ્યાં દર વર્ષે દેશ વિદેશ થી લાખો બધાકુમારભાઈ બહેનો આવે છે તેમજ આબુરોડ થી માત્ર 20 કિલોમીટર દૂર ગુજરાત નું જ નહીં વિશ્વ વિખ્યાત શક્તિપીઠ અને દર્શનીય સ્થળ અંબાજી આવેલું છે. દેલવાડા મંદિરો ત્યાં અનેક જૂના મંદિરોમાં માઉન્ટઆબુ માં આવેલ છે. તેની સુવિધા માટે માનપુર હવાઈ પટ્ટી ને એરપોર્ટમાં રૂપાંતરીત કરવા 100 કરોડ ફાળવવા અનુરોધ કર્યો છે. સ્વાભાવિક છે કે આ સુવિધાથી ગુજરાતના પર્યટકોના તથા બહ્માકુમારીઝને કાર્યકતાંઓમાં આનંદનું મોજુ ફરેલ છે. આથી આબુરોડ માઉન્ટઆબુ સાથે અંબાજી ના વિકાસ અનેઆધ્યાત્મિકતાનો વારસો જે બહ્માકુમારીઝમાં અને સનાતન સંસ્કૃતિ પરંપરા ના મંદિરોમાં જળવાશે.
—————
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ
