હરિદ્વાર, નવી દિલ્હી, 03 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમી, ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમારના આમંત્રણ પર રૂડકી પહોંચ્યા છે. આ દરમિયાન તેમને જોવા માટે નહેરુ સ્ટેડિયમમાં, લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. મોહમ્મદ શમીએ ક્રિકેટ કોચ અને ખેલાડીઓનું પણ સન્માન કર્યું હતું.
ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમારના આમંત્રણ પર, મોહમ્મદ શમી રૂડકી પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, ઉમેશ કુમારની કેમ્પ ઓફિસમાં, તેમને જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. ઉમેશ કુમારની કેમ્પ ઓફિસથી શમી, નેહરુ સ્ટેડિયમ પહોંચ્યો, જ્યાં શમીની એક ઝલક મેળવવા સવારથી જ તેના ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
શમી જેવા નહેરુ સ્ટેડિયમ પહોંચ્યા, લોકોએ તેમના અને ખાનપુરના ધારાસભ્ય માટે ઝિંદાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન ખાનપુરના ધારાસભ્યએ, મોહમ્મદ શમીને પાઘડી પહેરાવીને સન્માનિત કર્યા હતા. આ પછી શમીએ ક્રિકેટ કોચ અને ખેલાડીઓનું સન્માન કર્યું હતું. રૂડકીમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શમી હરિદ્વાર પહોંચ્યો, જ્યાં ઋષિકૂળ મેદાનમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું.
આ પછી મોહમ્મદ શમી હરિદ્વારના ઋષિકૂલ મેદાન પર પહોંચ્યો હતો. ત્યાં મોટી સંખ્યામાં તેના ચાહકો, ખેલાડીઓ અને સ્થાનિક લોકો તેની એક ઝલક મેળવવા માટે મેદાનમાં એકઠા થયા હતા. લોકોની શુભેચ્છા સ્વીકાર્યા બાદ મોહમ્મદ શમીએ, ખેલાડીઓને ક્રિકેટની ટિપ્સ આપી હતી. આ પછી મોહમ્મદ શમી પાછા જવા રવાના થયા. આ દરમિયાન પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / રજનીકાંત / રામાનુજ / માધવી
